UGVCL કનેક્શન વીજ જોડાણ નં. ૭૩૭૦૫૨૦૧૧૧૫ કાયમી રદ (PD) બાબત

hemantpatan1989

New member
Company Name
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL)
Customer Care Number
9925212609
Loss Amount
65000
Ratings
1.00 star(s)
Opposite Party Address
પેટા વિભાગીય કચેરી પાટણ શહેર-૨, ૧૩૨ કે.વી. સબ સ્ટેશન ઓવરબ્રિજ નીચે, ચાણસ્મા હાઇવે, પાટણ - ૩૮૪૨૬૫, ગુજરાત
વિષય: UGVCL પાટણ શહેર-૨ દ્વારા સેવામાં ગંભીર ક્ષતિ - કાયદેસરના ગ્રાહકનું વીજ જોડાણ (ગ્રાહક નં. ૭૩૭૦૫૨૦૧૧૧૫) કાયમી રદ ન કરવા અને ગ્રાહકને હેરાન કરવા બાબત. હું પાટણ સ્થિત ૨/૮/૯૫, ગાંધી રોડ, પટેલ બુક સ્ટોલ સામે આવેલ વાણિજ્યિક વીજ જોડાણ ગ્રાહક નં. ૭૩૭૦૫૨૦૧૧૧૫ (મીટર નં. USP 2416496) નો કાયદેસરનો નોંધાયેલ મૂળ ગ્રાહક છું. સદર પરિસરમાં અનધિકૃત ઈસમોએ ગેરકાયદે દબાણ કરેલ હોવાથી, મેં તમામ વીજ લેણાં સંપૂર્ણપણે ચૂકતે કરીને તા. ૦૭/૧૦/૨૦૨૬ ના રોજ વીજ જોડાણ કાયમી ધોરણે રદ (PD) કરવા અને મીટર/વાયર જપ્ત કરવા વિધિવત્ અરજી આપી હતી (ઇનવર્ડ નં. ૩૨૧). ધી ઇલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩ તથા GERC ના નિયમો મુજબ, ગ્રાહકની લેખિત માંગણી પર વીજ પુરવઠો બંધ કરવો એ UGVCL ની કાનૂની ફરજ છે. જો કોઈ ત્રાહિત વ્યક્તિ સરકારી કામમાં અવરોધ કરે, તો ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ ૧૬૩ હેઠળ પોલીસ બંદોબસ્ત મેળવીને કનેક્શન કાપવાની જવાબદારી UGVCL ના અધિકારીઓની છે. તેના બદલે UGVCL ના અધિકારીઓએ પોતાની ફરજમાંથી છટકીને ગેરકાયદેસર રીતે ગ્રાહક પર પોલીસ લાવવાની જવાબદારી ઢોળી દીધી હતી. UGVCL ના પત્ર નં. ૨૨૬૪ અન્વયે તા. ૨૭/૧૦/૨૦૨૬ ના રોજ હું રૂબરૂ સ્થળ પર હાજર રહ્યો હોવા છતાં, અધિકારીઓએ કનેક્શન કાપ્યું નહિ કે બહાર થાંભલા પરથી વાયર પણ કાપ્યો નહિ. UGVCL ની આ ઘોર નિષ્ક્રિયતાના કારણે ગેરકાયદેસર કબજેદારો મારા નામના કનેક્શનનો દુરુપયોગ કરી રહ્યા છે અને મારા પર મોટું આર્થિક અને કાયદાકીય જોખમ ઊભું થયું છે. માંગવામાં આવેલ રાહત (Relief Sought): વીજળીના થાંભલા પરથી સર્વિસ વાયર કાપી વીજ જોડાણ તાત્કાલિક કાયમી ધોરણે રદ કરવામાં આવે, મીટર જપ્ત કરવામાં આવે, ભવિષ્યના કોઈપણ બાકી લેણાં કે વીજ ચોરીની જવાબદારીમાંથી મને મુક્ત કરવામાં આવે અને સેવામાં ગંભીર ખામી તથા અસહ્ય માનસિક ત્રાસ બદલ રૂ. ૫૦,૦૦૦/- નું વળતર અપાવવામાં આવે.
 
Back
Top